જીતુ વાઘાણીની હકાલપટ્ટીથી ભાવનગરમાં ફટાકડા ફૂટ્યા અને મીઠાઈ વહેંચાઈ

ગુજરાત પ્રદેશના નવા પ્રમુખ તરીકે સાંસદ સી. આર પાટીલની નિમણૂક કરવામાં આવતા વર્તમાન અધ્યક્ષ જીતુ વાઘાણીની હકાલપટ્ટી થતા ભાવનગરમાં કારડીયા સમાજ અને પાટીદારોએ ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેચી છે.

જોકે, જીતુ વાઘાણી સામે ઘણા સમયથી બોવ વિરોધ થતો હતો. કાર્યકરોને પંસદ નહોતા કારણ કે, તેમની ભાષા પણ સારી ન હતી તેમજ કામ કરવાની નિતિ ખરાબ હતી જેને પગલે ભાજપના કાર્યકરો ઈચ્છતા હતા કે તેમને કાઢવા જોઈએ. નોંધનીય છે કે વાઘાણીનો કાર્યકાળ ગત ઓગસ્ટ માસમાં સપાપ્ત થઈ ગયો હતો.