અમિત શાહના કોરોનાના રિપોર્ટ મુદ્દે ભારે અવઢવ

ભાજપના નેતા મનોજ તિવારી ટ્વીટ ડીલીટ કરી દેતા વિવાદ

દિલ્લી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ મનોજ તિવારીએ ટ્વિટ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી આપી હતી. જોકે, થોડા સમય બાદ ગૃહ મંત્રલાયએ સ્પષ્ટતા કરી હતી કે, અમિત શાહનો કોરોના રિપોર્ટ હજુ કરાવ્યો નથી બાદ મનોજ તિવારીએ ટ્વીટ ડિલિટ કરી દીધું છે.

નોંધનીય છે કે, 2 ઑગસ્ટના દિવસે અમિત શાહે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના પગલે મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.