સાયલામાં પાન-મસાલાની દુકાન ખોલતા લોકોની પડાપડી

ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન છે. લોકડાઉનમાં પાન-મસાલા અને ગુટખા સહિત આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ છે. લોકડાઉને કારણે પાનના ગલ્લા બંધ હોવાથી મસાલા-સિગારેટના ભાવ ડબલથી ચાર ગણો વધી ગયા છે. તેમ છતા પણ લોકોને માલ મળતો નથી.

આ સ્થિતિ વચ્ચે સાયલના સુદામડા ગામે એક પાનના ગલ્લા વાળાએ દુકાન ખોલતા લોકોના પાન-મસાલા અને સિગારેટ ખરીદવા ટોળે ટોળા ઉમટી પળ્યા હતા. લોકડાઉનમાં આ ટોળાએ સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરીને લોકો માટે નવો ખતરો ઉભો કર્યો છે.