દેશના જાણીતા જ્યોતિષ બેજન દારૂવાલાનું નિધન

દેશના જાણીતા જ્યાતિષ બેજન દારૂવાલાનું 90 વર્ષે નિધન થયું છે. ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન નિધન થયું હતું. આજે સાંજે 5 વાગ્યે 13 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બેજન દારૂવાલાને કોરોના થયો હોવાના સમાચાર વહેતા થયા હતા. પરંતુ તેમના પુત્રએ સ્પષ્તા કરી હતી કે તેઓ ફેફસા અને ન્યુમોનિયાના રોગથી પિડાઈ રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બેજન દારૂવાલા અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.