ગુજરાતમાં જન્માષ્ટમી, ભાદરવી પૂનમ, તાજિયા જુલુસ સહિતના તહેવારો મોકૂફ: વિજય રૂપાણી

ગુજરાતમાં કોરોના વાયરસ કેર યથાવત છે. અમદાવાદ અને સુરત બાદ રાજકોટ અને વડોદરામાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટ અને વડોદરા શહેરની મુલાકાત લીધી જે દરમ્યાન વિજય રૂપાણી મોટું નિવેદન કરતા જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ અને ભાદરવી પૂનમ, જન્માષ્ટમી તહેવાર નહીં ઉજવાય તેમજ તાજિયા જુલુસ પણ નહીં થાય. તેમજ કહ્યું કે, કોરોનાની સ્થિતિ આગામી દિવસોમાં રહેશે તો તો નવરાત્રી પણ નહીં થાય તેમ વિજય રૂપાણી જણાવ્યું છે. જોકે, કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થશે તો નવરાત્રી અંગે વિચારણા થશે.

નોંધનીય છે કે પ્રથમ રાજકોટ શહેરની મુલાકાત સમયે કહ્યું કે, સીએમ રિલીફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું અને રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા થઇ ગઈ છે તેમજ ચિંતા કરવાની જરૂર નથી. રાજકોટમાં કાલથી ટેસ્ટિંગ ડબલ થશે શહેરમાં લોકોએ ગભરાવાની જરૂર નથી, 50% હોસ્પિટલમાં બેડ ખાલી છે.. રાજ્ય સરકાર કોરોના વચ્ચે તમામ પ્રયાસો કરશે.