એરફોર્સ ચીફે તેજસમાં ઉડાન ભરી, બીજો સ્ક્વોડ્રોન વાયુસેનામાં શામિલ

દેશમાં હાલ ચીન અને નેપાળ સરહદ પર સંઘર્ષ જારી છે. આ સ્થિતિ વચ્ચે આજે સ્વદેશી વિમાન તેજસની બીજી સ્ક્વાડ્રન વાયુસેનામાં સમાવેશ થયો છે. જે સ્કવોડ્રોનનું નામ ફ્લાઈંગ બુલેટ્સ રાખ્યું છે જેની સૌ પ્રથમ ઉડાન વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ RKS ભદૌરિયાએ ભરી હતી.

આ કાર્યક્રમનું આયોજન તમિલનાડુના કોયમ્બતૂરની નજીક સુલૂર એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યું. આ સ્કવોડ્રોન એલસીએ તેજસ વિમાનથી સજ્જ છે.

વાયુસેનાએ તેજસ લડાકૂ વિમાનને HAL પાસેથી ખરીદ્યું છે. નવેમ્બર 2016માં વાયુસેનાને 50,025 કરોડ રૂપિયામાં 83 તેજસ માર્ક-1એ ખરીદવાની મંજૂરી આપી હતી. જે સોદાનો અંતિમ કરાર 10 હજાર કરોડ એેટલે ઓછા લગભગ 40 હજાર કરોડ રૂપિયામાં કર્યો.

ઉલ્લેખનીય છે કે એરફોર્સ સ્કવોડ્રન 18ની શરૂઆત 1965મા આદર્શ વાક્ય તીવ્ર અને નિર્ભયના ધ્યેય સાથે કરવામાં આવી હતી. જે સ્કવોડ્રન 15 એપ્રિલ 2016 પૂર્વે મિગ 27 વિમાન ઉડાવી રહી હતી. આ વર્ષે 1 એપ્રિલે સુલુરમાં સ્ક્વોડ્રોન ફરી શરૂ કરાયું હતું.