MSME ક્ષેત્રને વગર ગેરંટી 3 લાખ કરોડની લોન: નિર્મલા સીતારમન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે અર્થતંત્રને વેગ આપવા ગત રાત્રીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. જે પેકેજની વિસ્તૃત જાણકારી નાણામંત્રી નિર્મલા સીતારમન આપી છે.

  • નાણામંત્રીના જણાવ્યા મુજબ રૂ. 20 લાખ કરોડ પેકેજમાંથી 3 લાખ કરોડ MSME એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવશે. જેને કોઈ ગેરેન્ટી વગર લોન મળશે અને સમયમર્યાદા 4 વર્ષની રહેશે. જેમાં 12 માસની છૂટ મળશે અને આ ઓફર 31 ઓક્ટોબર 2020 સુધી રહેશે.
  • MSMEમાં જે સક્ષમ છે પરંતુ કોરોના કારણે મુશ્કેલીમાં છે તેને કારોબાર વિસ્તાર માટે 10,000 કરોડના ફંડ ઓફ ફંડના માધ્યમથી સહાય મળશે.
  • નાણામંત્રી કહ્યું કે જાહેરક્ષેત્રની બેંકો સંબધિત સુધાર, બેંકોનુ રિકેપિટલાઈજેશન જેવું કામ કરાવમા આવ્યું.
  • તેમજ 41 કરોડ જનધન ખાતા ધારકોમાં ડીબીડી ટ્રાંસફર કરવામાં આવ્યા.

ઉલ્લ્ખેનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ મહામારી વચ્ચે અર્થતંત્રને પટરી પર લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાનનું મોટા બૂસ્ટર ડોઝની જાહેરાત કરી છે. મંગળવારે રાષ્ટ્રના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ પેકેજથી દેશના અર્થતંત્ર વેગ મળશે અને વિશ્વમાં ભારત નેતૃત્વ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકીશું. મોદીએ કૃષિથી લઈને ઈન્ફ્રાસ્ટ્રકચર ટેક્સ તમામ સેક્ટરમાં સુધારો કરવાની ઘોષણા કરી છે.