ચાલબાજ ચીનનું ફરી જૂઠ, જવાનોને ઉશ્કેરવા કર્યું ફાયરિંગ: ભારતીય સેના

લદાખમાં ભારત અને ચીનની વચ્ચે લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (એલએસી) તણાવપૂર્ણ માહોલ યથાવત છે. ગત મોડી રાત્રે ચાલબાજ ચીને ભારતીય જવાનોને ઉશ્કેરવા હવામાં ફાયરિંગ કર્યું એટલું જ નહીં બોર્ડર પાર કરવાના ખોટા આરોપો પણ લગાવ્યા. જે અંતર્ગત આજે ભારતીય સેનાઅ નિવેદન જારી કરીને કહ્યું કે, ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA) આગળ વધવા માટે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરી રહી છે. તેમજ કહ્યું કે, આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે. જો કે અમે રાષ્ટ્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વને દરેક કિંમતે સુરક્ષિત રાખવા માટે પણ કટિબદ્ધ છીએ.

સેનાના કહ્યું કે, 7 સપ્ટેમ્બરે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ આપણી ફોરવર્ડ પોઝીશન નજીક આવવાનો પ્રયત્ન કર્યો જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો ઉશ્કેરવા હવામાં ફાયરિંગ કર્યું.