અમદાવાદની પ્રથમ કોરોના વાયરસ પોઝિટિવ યુવતીને એક મહિના પછી સાજી થતા રજા અપાઈ

આશ્રમ રોડ ઉપરની એસવીપી હોસ્પીટલમા સારવાર લીધી હતી: WHOને પણ જાણ કરાઈ

અમદાવાદ અને ગુજરાતમાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે જેની સામે આવા દર્દીઓ સંખ્યામાં સાજા થઇ રહ્યા છે પરંતુ આજે સારા સમાચાર એ છે કે એક મહિનો અને એક દિવસ પહેલા અમદાવાદની આશ્રમ રોડ ઉપર આવેલી એસવીપી હોસ્પીટલમા પોઝિટિવ દર્દી તરીકે દાખલ થયેલી ૧૭ વર્ષની નિયોમી શાહ સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છે. આથી ડોક્ટરે ગત મોડી રાત્રે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી હોસ્પિટલના સત્તાવાળાઓએ સતત આ યુવતીની સારવાર કર્યા બાદ ત્રણ વખત તેમના રીપોર્ટ ચેક કર્યા હતા.

પરંતુ દર વખતે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતો હતો આથી હોસ્પિટલના ડોક્ટરોએ આ સંદર્ભમાં ડબલ્યુએચઓને પણ જાણ કરી હતી આખરે ગઈ કાલે આ કિશોરીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જેને પગલે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આમ એક મહિના પછી આ યુવતીએ ખતરનાક એવા કોરોના વાયરસને માત આપી છે.