143 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદમાં ભગવાન નગરચર્યાએ ન જઈ શક્યા

લોકોના આરોગ્યને જોખમાં મૂકીને રથયાત્રા કાઢવાની મંજૂરી આપી શકાય

અમદાવાદની ઔતિહાસિક 143મી રથયાત્રાને શરતોને આધીન કાઢવા માટે ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી HCમાં ચીફ ન્યાયમુર્તિ વિક્રમનાથ સહિત ખંડપીઢ બેન્ચે વિડિયો કોન્ફરન્સથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી સુનાવણી ચાલી હતી અને તમામ અરજદારોની રજૂઓતોને સાંભળીને આદેશ આપ્યો હતો કોરોના મહામારીની સ્થિતિમાં લોકોના આરોગ્ય જોખમાં મૂકીને રથયાત્રા કાઢવાની મંજૂરી આપી શકાય. જેને પગલે 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર અમદાવાદમાં ભગવાન નગરચર્યાએ ન જઈ શક્યા. રથયાત્રાના નીકાળવા અંગે લાખો લોકો મોડીરાત્ર સુધી ટીવી સામે રાહ જોઈને બેસી રહ્યા હતા.

પ્રથમ વખત એવું થયેલુ કોરોના મહામારી અને લોકડાઉન કારણે રથયાત્રા કાઢી શકાય એવી સ્થિતિ નથી આમ છતા સરકાર અને મંદિરના ટ્રસ્ટીઓની રથયાત્રા કાઢવાની ઈચ્છા હતી જ અને એ માટે તેમણે અંદરખાને તૈયારી પણ કરી લીધી હતી પરંતુ મામલો હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે સ્પષ્ટ ના પાડી દીધી હતી કે કોરના મહામારીમાં રથયાત્રી કાઢવાનીની મંજૂરી આપી શકાય નહીં. અરજદારની હાઈકોર્ટમાં એવી દલીલ હતી કે જો રથયાત્રા કાઢવામાં આવશે તો કોરોના કેસો વધી જશે સ્થિતિ વધુ ભયજનક બની જશે.

આખરે ગઈકાલે રાત્રે પ્રદિપ સિંહ જાડેજા સાથે ડીજીપી અને સીપી મંદિર ગયા હતા અને મંદિરના મંહતો અને ટ્રસ્ટીઓ સાથે મિટિંગ કરી અને એવો નિર્ણય કર્યો કે રથયાત્રા નથી કાઢવી અને કોરોના મહામારીને પગલે રથ મંદિરના પરિસરમાં જ રહેશે અને રથને મંદિરના પરિસરની બહાર નહી કાઢવામાં આવે. આજે સાંજે ફરી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતીમાં ગયા હતા. ત્યાં ફરીથી ચર્ચા-વિચારણા કરી એવું મુખ્યમંત્રી વિજય રૂપાણી એવું જાહેર કર્યુ રથયાત્રા પરંપરા 142 જળવાઈ રહે એ સારું છે અને અમે ઈચ્છે છીએ. હાઈકોર્ટમાં રજૂઆત કરીશું અંતે મોડીરાત્રે રજૂઆત કરી હતી.

અને નોંધનીય છે કે આજે પૂરીની જગન્નાથ રથયાત્રા કાઢવા સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જે શરતી ચુકાદો આપ્યો તેને લઈને ગુજરાત સરકારને પણ બળ મળ્યું. આ અગાઉ ગઈકાલે જાહેરહિતની અરજી થયેલી રથયાત્રા કાઢવાના સંદર્ભમાં જેને હોઈકોર્ટે ફગાવી દીધી હતી. આવી મહામારીમાં રથયાત્રા કાઢવાની મંજૂરી મળી શકે નહીં. આ સિવાય રથયાત્રી ન કાઢવા અંગે પણ હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ હતી જેમાં તેના ફેવરમાં ચુકાદો મળ્યો હતો.