47 વર્ષમાં પહલીવાર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજુ કરશે!

સુરત ચેમ્બર ગુજરાતનું સૌથી જૂની અને જાણીતું ઉદ્યોગકારો માટેની સંસ્થા છે. આ સંસ્થામાં સરકાર તરફથી દર વર્ષ ઉદ્યોગોને વિકાસ મળે તે હેતુથી થતા એઝીબિશન, એક્ષ્પો અન્ય સેમિનારો માટે કરોડો રૂપિયાના ફંડ આપવામાં આવે છે. અને સાઉથ ગુજરાતના સૌથી મોટી એઝીબિશન અને એક્ષ્પો ચેમ્બરના નેજા હેઠળ સારસાણ ડોમમાં વર્ષોથી થતા આવે છે.

કરોડોના વહીવટ આ સંસ્થામાં થતા હોવાથી આ સંસ્થામાં હોદેદારો માટે સમાજમાં માન સન્માન પણ ખુબ મળે છે. જે ધ્યાનમાં રાખીને અલગ અલગ જૂથ દ્વારા સત્તા હાસિલ કરવા માટે ભાગદોડ પણ મચી જતી હોય છે. છેલ્લા કેટલા વર્ષોથી સંસ્થામાં પારદર્શીતા લાવવા માટે જાગૃત સભ્યો દ્વારા કરી રહેલ પ્રયાસો વચ્ચે અમુક જાગૃત સભ્યોનું સભ્ય પદ પણ દૂર કરવામાં આવેલ છે. બધો કારોબાર બંધ મુઠીમાં થાય તેવું ઘણા બધા આગેવાનો પ્રયાસ કરે છે. ચેમ્બરના આજીવન સભ્ય, શહેરના ઉધોગપતિ અને સોશિયલ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દવારા ઘણા સમયથી માંગી રહેલ માહિતીઓ એક વર્ષ વીતી ગયા પછી પણ ચેમ્બરના આગળના અને હાલના હોદ્દેદારો દ્વારા આપવામાં આનાકાની કરી રહ્યા છે.

બંધારણના વિરુધ્ધમાં સત્તા પક્ષ કામ કરે એ એક ટ્રેડીશન થઈ ગયું છે એવું સિનિયર સભ્યો પણ માને છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટેની મનેજીંગ કમિટી સભ્યોની ચુંટણી માં આ જાગૃત નાગરિકે ઝપલાવ્યા પછી, વર્ષોથી થઈ રહેલ ટ્રેડીશન એવા માનીતા સભ્યોને પસંદ કરીને અન્ય સભ્યો પાસેથી ઉમેદવારી પત્ર પાછુ ખેચાવડાવી સેટિંગ કરવાનું કામ આ વખતે નિષ્ફળ થયું છે. જે ચુંટણી પ્રકિયામાં થયેલ ગેરરીતિઓ અંગે વારંવાર પત્ર લખ્યા હોવા છતાં કોઈ પણ પત્ર ચેમ્બર ના વહીવટ કરતા દ્વારા ધ્યાનમાં લીધા વગર ચુંટણી તરફ પોતાની મનમાની ચલાવી રહેલા હતા.

  • બંધારણ મુજબ ચુંટણી કમિટીના નિમણુંક કરી આજ દિન સુધી કોઈ ઠરાવ બનાવવામાં આવેલ નથી.
  • ખોટી રીતે બનાવવામાં આવેલ ચુંટણી કમિટીના મુદત પૂર્ણ થયેલ હોવા છતાં ૭ મહિના પહેલાના જાહેરનામાં ઉપર હાલ માં ચુંટણી કરવા કામ આગળ વધારી રહેલા છે.
  • એક વાર ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ કાર્ય પછી પણ કોઈના અંગત લાભ માટે ઉમેદવારને ઉમેરી ફરી વાર યાદી પ્રસિદ્ધ કરેલ છે.
  • બંધારણ મુજબ મેનેજીંગ કમિટીની મુદત પૂર્ણ થયેલ હોવા છતાં સંસ્થાના પોલીસી મેટર પર ખોટી રીતે નિર્ણયો લેવામાં આવે છે. જે નિર્ણયો લેવાની સત્તા હવે માત્ર સામાન્ય સભાને જ છે.
  • આવા મુદ્દા પર ઘણી વાર પત્ર લખીને વાંધો રજુ કરેલ હોવા છતાં હોદ્દેદારો દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. અને આ પ્રશ્નો આર્બીટ્રેશન કમિટી સમક્ષ મુકવામાં આવેલ નથી.
  • કોઈપણ સભ્યો અને સંસ્થા વચે કોઈપણ તકરાર હોઈ તો આર્બીટ્રેશન એક્ટ મુજબ કમિટીની નિમણુંક કરીને પ્રશ્નના યોગ્ય નિકાલ કરવાનું હોય છે. છતાં વહીવટ કર્તાઓ દ્વારા આર્બીટ્રેશન કમિટીની નિમણુંક હાલ કરી શકાઈ નહી એવું પત્ર પાઠવીને અરજદાર ને ન્યાય અપાવવામાં નિષ્ફળ થયેલ છે.
    ઉપરના આ પ્રશ્નોનું ઉકેલ મળે તે હેતુ વર્ષ ૨૦૨૦-૨૧ ના મેનેજીંગ કમિટી ચુંટણી પહેલા ગુજરાત ઉચ ન્યાયાલય દ્વારા આર્બીટ્રેશન એક્ટ ના સેક્શન – ૧૧ મુજબ આર્બીટ્રેટરની નિમણુંક કરીને તમામ મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય આપવા માંટેની દાદ માંગવામાં આવેલ છે.

આજ રોજ થયેલ પ્રથમ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને નોટીસ પાઠવીને તારીખ:-૦૯.૧૦.૨૦૨૦ ના રોજ પોતાનો પક્ષ રજુ કરવા હુકમ કરેલ છે. ચેમ્બરના આજીવન સભ્ય અને અરજદાર સંજય ઇઝાવા વતી વકીલ વિશાલ દવે અને વકીલ ગીરીશ હારેજા હાજર રહીને રજુઆતો કરેલ હતા.