મોદી હે તો મુમકિન હૈ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત જ પેટ્રોલ તથા ડીઝલના ભાવ વધારે

લોકડાઉન ખુલ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે રોજ ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલમાં એક લીટર દીઠ પંદર દિવસ દરમિયાન જ આઠથી નવ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે આજે બુધવારે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ જોવા મળે છે. પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 79.80 છે જ્યારે ડીઝલના ભાવ પ્રતિ લિટર79.92 છે.

ભારતના ઇતિહાસમાં ક્યારેય પણ પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધુ ન હતા પેટ્રોલ અને ડીઝલના ભાવની વચ્ચે ભૂતકાળમાં અંતર રહેતું હતું એટલે કે પેટ્રોલના જે ભાવ હોય તેનાથી ડીઝલ હંમેશા સ્તું મળતું હતું ધીમે ધીમે બંને વચ્ચેના ભાવનું અંતર ઘટતું ગયું હતું આખરે પ્રતિ લીટર બંનેના ભાવ સરખા થયા હતા અને આજે તો હદ થઈ ગઈ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા છે. જેને લઈને સોશિયલ મીડિયા પર ભાજપ અને મોદી સરકારની લોકો ભારે આલોચના કરી રહ્યા છે અને જાતજાતના લખાણ લખી રહ્યા છે.

જેમાં કેટલાક લોકો એવું લખ્યું છે કે મોદી હે તો મુમકિન હૈ તો ઘણા લોકો એવો કડક કર્યો છે કે પ્રતિ લિટર પેટ્રોલ ડીઝલના રૂપિયા ભાવ હશે ત્યાં સુધી અમે મોદીનો વિરોધ નહીં કરીએ અને મત તો મોદીને જ આપીશું. જ્યારે બીજી બાજુ કેટલાક લોકો એવું કહે છે કે આપો ભાજપને વોટ આપો જેથી તમને લોકોને ખબર પડે.

અત્રે નોંધનીય છે કે છેલ્લા ચાર મહિના દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલ રૂપિયા ૬૦થી ૯૦ રૂપિયાથી ઘટીને ત્રીસ રૂપિયા આવી ગયું છે એટલે વાસ્તવમાં તો પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટવા જોઈએ પરંતુ તેના બદલે મોદી સરકાર ભાવો સતત વધારે છે અને લોકો મોંઘવારીના મારથી પિડાઇ રહ્યા છે વિપક્ષ જેવું કશું ન હોવાથી શાસક પક્ષને ફાવી ગયું છે કે કારણ કે કોઈ વિરોધ કરવા વાળું કે આંદોલન કરવાનું નથી.