ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના 1300ને પાર કેસો, 75453 ટેસ્ટ

ગુજરાતમાં અનલોક-4ના ચોથા દિવસે પણ સતત કોરોનાના 1300ની પાર કેસો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સર્વોચ્ચ 1,320 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 1 લાખની સપાટી વટાવી ગયો એટલે કુલ 1,01,695 પર પહોંચી ગયો છે. જ્યારે 14 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે જેને પગલે કુલ મૃત્યુઆંક 3078 પર પહોંચી ગયો છે. તેમજ આજે રાજ્યમાં કુલ 75,453 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 26,35,369 ટેસ્ટ કરાયા છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1218 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 16,219 થઈ જે પૈકી 16,127 સ્થિર અને 92 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના સૌથી વધુ 271 કેસો નોંધાતા છે. જ્યારે અમદાવાદ કોરોના 171 કેસો નોંધાયા જ્યારે 4 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.