CBIના પૂર્વ વડા- મણિપૂર અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અશ્વિની કુમારે કર્યો આપઘાત

પૂર્વ રાજ્યપાલ, ભૂતપુર્વ CBI વડા અને હિમાચલ પ્રદેશના DGP રહેલા અશ્વિની કુમારે આજે આત્મહત્યા કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શિમલા સ્થિત ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. શિમલાના SP મોહિત ચાવલાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. અશ્વિની કુમાર ઓગસ્ટ 2008થી નવેમ્બર 2010 સુધી સીબીઆઈના વડા રહ્યા હતા. તેઓ હતાશા (ડિપ્રેશન)નો સામનો કરી રહ્યા હતા.

પોલીસને ઘટનાસ્થળથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લખ્યું છે કે, જિંદગીથી કટાળીને આગામી મુસાફરી પર નીકળું છું. આ ઘટનાના પગલે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.

શિમલા સ્થિત બ્રાઉકહાસ્ટમાં ખાનગી આવાસમાં અશ્વિની કુમાર બોડી લટકાતી મળી હતી. હિમાચલના પૂર્વ આઈ.પી.એસ. અધિકારીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ ચૌક્કસ કારણ જાણવા મળ્યું નથી. બહરહાલ એસપી શિમલા મોહિત ચાવલાની આગેવાનીમાં પોલીસ ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને કેસની તપાસ કરીરહી છે. જો કે હિમાચલના ડીજીપી સંજય કુંડુઓના કહેવા પ્રમાણે, કુમારના પારિવારિક સભ્યો સાથે વાતચીત થઈ છે, જે પૈકી અશ્વિની કુમાર કોઈ પણ પ્રકારે ડિસ્પ્રેશનમાં હોય તેમ લાગતું નથી. પોલિથ તમામ એંગલથી તપાસ કરી રહી છે.