પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને કોરોના

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ અંગે તેમના પુત્ર ભરત પટેલે સમર્થન આપ્યું છે. કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે અને ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાને સારવાર લઇ રહ્યાં છે.

નોંધનીય છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા જોકે, તેમને કોરોના વાયરસને માત આપતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે સિવાય રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ પણ કોરોનાગ્રસ્ત થઈ ગયા છે.