પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત અત્યંત નાજુક

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર છે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિન મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર આવ્યો નથી હાલમાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું હોવાનાી અફવા ઝડપથી ફેલાઇ હતી. જે અંગે પ્રતિ ક્રિયા આપતા તેમના પુત્ર અભિજિત મુખરજીએ સ્પષ્ટાતા કરી કે આ એક અફવા છે. મારા પિતા હજુ જીવે છે. મહેરબાની કરીને ખોટી અફવા ફેલાવશો નહીં.

84 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને સોમવારે દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અહેવાલ મુજબ, પ્રણવ મુખર્જી રવિવારે તેમના દિલ્હી નિવાસસ્થાન પર બાથરૂમમાં પડ્યા હોવાથી જે બાદ તેમના મગજમાં એક સ્થળે લોહીનું ગંઠન મજબૂત થઈ ગયું હતું જેને પગલે આ સ્થિર લોહીને દૂર કરવા માટે તેની સર્જરી કરાવાઈ હતી.

નોંધનીય છે કે, ત્રણ દિવસ પહેલા જ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, તેમને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. મગજની સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં કોરોના વાયરસ ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.