મધ્યપ્રદેશ: શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળી મારીને હત્યા, પત્ની-પુત્રી ઘાયલ

મધ્યપ્રદેશમાં શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે જ્યારે આરોપીએ રમેશ સાહુની પત્ની અને પુત્રીને ઈજા પહોંચાડી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયા છે. પોલીસે આ કેસમાં આરોપીની શોધખોળ હાથધરી છે.

મધ્ય પ્રદેશ શિવસેનાના પૂર્વ અધ્યક્ષ રમેશ સાહુની ઈન્દોર નજીક ઉમરી ખેડામાંગોળી મારીને હત્યા કરાઈ. રમેશ સાહુ ઉમરી ખેડામાં સાંઈરામ ધાબા ચલાવતા હતા. રમેશ સાહુને અજાણ્યા ત્રાસવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. દરમિયાન બચાવમાં આવેલા મૃતકની પત્ની અને પુત્રીને પણ ઈજા પહોંચી છે.

જો કે ઘટના સ્થળેથી કોઈ માલ કે પૈસાની ચોરી થઈ નથી. આરોપીઓએ માત્ર હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. જેના કારણે પોલીસ આ ઘટના પાછળ જૂની દુશ્મનાવટની અપેક્ષા રાખી રહી છે. ઘટના બાદ રમેશ સાહુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.