ખાદ્યતેલની અછત ઊભી ન થાય તે માટે જીનિંગ મિલઓને ચાલુ રાખવા દેવાશે: CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોવિડ-19ને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં અને ત્યારબાદ રાજ્યમાં ખાદ્ય તેલની અછત ઊભી ન થાય તે હેતુસર લોકડાઉનના સમય દરમ્યાન પણ કપાસ જીનિંગ અને ઓઇલ મિલને ચાલુ રાખવા દેવાનો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્ય મંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે કપાસની જીનિંગ પ્રોસેસ માટે જીનિંગ મિલ્સ પિલાણ તેમજ પેકિંગ માટે કપાસ ઓઇલ મિલ્સ અને આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલી કામગીરી એટલેકે ખેડૂતો વેપારીઓ દ્વારા કપાસ જીનિંગ મિલ સુધી લઈ જવા અને મિલ્સમાંથી કપાસિયા ઓઇલ મિલ્સ સુધી લઈ જવામાં પરિવહન અને આ પ્રક્રિયામાં જોડાયેલી અન્ય કામગીરી કરી શકાશે.
આ હેતુસર અવર જવર માટે સ્થાનિક તંત્ર મારફત મંજૂરી લેવાની તેમજ આ આખીયે પ્રક્રિયામાં સોશીયલ ડિસ્ટન્સ હાઇજીન સેની ટાઇઝેશન વગેરેની પૂરતી કાળજી લેવાની પણ સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.