ગૂગલે Paytmને પ્લે સ્ટોર પરથી કરી રિમૂવ, વાંચો કારણ

ગૂગલે ભારતની ડિઝિટિલ પેમેન્ટ કંપની Paytmને ગૂગલે ઝાટકો આપ્યો છે. ગૂગલે પ્લે સ્ટોર પરથી પેટીએમ એપને હટાવી દીધી છે કંપની પર નિયમોનું ઉલ્લઘંન કરવાનો આરોપ લાગ્યો છે. Paytm તરફથી એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે, થોડા સમય માટે એપ ઉપલબ્ધ હશે નહીં તેમજ પેટીએમ પેમેન્ટ ફર્સ્ટ ગેમ્સ એપ પણ પ્લેસ્ટોરમાંથી રિમૂવ કરવામાં આવી છે. તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે ઝડપથી અગાઉની જેમ પેટીએમ એપનો ઉપયોગ કરી શકશો. જોકે Paytmની અન્ય એપ પેટીએમ મોલ, પેટીએમ બિઝનેશ હજુ પણ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. પરંતુ એપલના એપ સ્ટોરમાંથી પેટીએમ હજી પણ ડાઉનલોડ કરી શકાય છે.

આ સ્થિતિ વચ્ચે ગૂગલે તેની ગેમ્બલિંગ પોલિસી અંગે નિવેદન જારી કર્યું છે અને કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ‘અમે ઓનલાઇન કસિનો અથવા કોઈ પણ પ્રકારના અનિયમિત ગેમ્બલિંગ એપ જે સ્પોર્ટસમાં સટ્ટો લગાવાની સુવિધા આપે જેને પ્લેટફોર્મ પર રહેવાની મંજૂરી આપતા નથી. જેમાં એવી એપ શામિલ છે જે ગ્રાહકોને બાહ્ય વેબસાઇટ્સ પર લઈ જાય છે જે તેમને કોઈ પેડ ટૂર્નામેન્ટમાં રોકડ પૈસા અથવા રોકડ ઇનામ જીતવા ભાગ લેવા કહે છે. જે અમારી નીતિઓનું ઉલ્લંઘન છે.