ભ્રષ્ટાચાર સામે આપ સરકાર આકરા પાણીએ / માને પોતાની જ સરકારના આરોગ્યમંત્રીની કરી હકાલપટ્ટી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાની જ સરકારના મંત્રી વિજય સિંગલાને હટાવી દીધા છે. વિજય સિંગલા સામે ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માને આ કાર્યવાહી કરી છે. સીએમ ભગવંત માને પંજાબ પોલીસને વિજય સિંગલાની વિરુદ્ધ કેસ નોંધવા માટે પણ સૂચના આપી છે.

વિજય સિંગલા ભગવંત માનની આગેવાની હેઠળની સરકારમાં આરોગ્ય મંત્રી હતા. વિજય સિંગલા પર અધિકારીઓ તરફથી કોન્ટ્રાક્ટ પર એક ટકા કમિશનની માંગણી અને ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી હતી. વિજય સિંગલાના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપ અંગે મજબૂત પુરાવા મળ્યા બાદ સીએમ ભગવંત માને તેમને તેમની કેબિનેટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.