રથયાત્રા કાઢવા માટે સરકાર હાઈકોર્ટમાં મંજૂરી માંગશે: મુખ્યમંત્રી રૂપાણી

પ્રદિપસિંહ જાડેજા હાઈકોર્ટમાં અરજી કરવા રવાના થયા

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં જઈને સંધ્યા આરતી ઉતારી હતી. તેમની સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. પૂજા અર્ચના કર્યા બાદ મુખ્યમંત્રીએ મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે ઓરિસ્સાની જેમ અમદાવાદની 142 વર્ષની રથયાત્રા કાઢવાની પરંપરા જળવાઈ રહે તે માટે સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરશે તેમજ શરતી મંજૂરી માગવામાં આવશે.

સરકારને આશા છે કે હાઇકોર્ટ આ પ્રકારની મંજૂરી આપી દેશે અને આપણે રથયાત્રા કાઢી શકીશું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના મહત્વના નિવેદન બાદ હવે થોડીવાર પછી જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાઇકોર્ટમાં પહોંચશે તેમજ સરકાર તરફથી પોતાનો પક્ષ રજૂ કરશે.