Breaking: અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં જૂથ અથડામણ; સામસામે પથ્થરમારો

શાહપુર અને ખાનપુરમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા

અમદાવાદમાં ગુરુવારે મોડી રાત્રે અત્યંત સંવેદનશીલ ગણાતા શાહપુર અને ખાનપુરમાં બે કોમ વચ્ચે અથડામણ થઇ હતી. ભેગા થયેલા ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો તેમજ વાહનોની પણ તોડફોડ કરી હતી આ ઘટનાને પગલે લોકોમા ભારે નાસભાગ સાથે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા ટોચના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી નાખ્યું હતું.

અત્રે નોંધનીય છે કે અષાઢી બીજને દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કરવાની મંજૂરી મળી નથી જેને કારણે ભારે વ્યથા દેખાઈ હતી અને રોષ પણ હતો. 143 વર્ષમાં પ્રથમ વખત જ ભગવાન નગરચર્યાએ જઈ શક્યા નહોતા ત્યારબાદ જમાલપુર મંદિરના મહંત અને સરસપુર મંદિરના મહંતે સરકાર સામે આક્ષેપબાજી કરી હતી જોકે બાદમાં દબાણ આવતા બંને મહંતે ફેરવી તોળ્યું હતું. બીજી બાજુ આજે રાત્રે બંને સંવેદનશીલ વિસ્તારમાં અથડામણની ઘટના એ સરકારની ઊંઘ ઉડાડી દીધી છે.