યુપી અને બિહાર જેવા રાજ્યોની સરખામણીમાં પણ કોરોનાને અટકાવવા માટે ગુજરાત નિષ્ફળ રહ્યું

વિજય નહેરા મુખ્યમંત્રી, ડો જયંતિ રવિ આરોગ્ય મંત્રી, DGP ગૃહ મંત્રી છે લોકો સરકારની ઠેકડી ઉડાવી રહ્યા છે

સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. આપણા કરતાં પણ ખૂબ જ મોટી વસ્તી ધરાવતા રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ અને બિહાર, કર્ણાટક, કેરેલા તથા મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં કોરોના વાયરસ પ્રમાણમાં અંકુશમાં છે પરંતુ ગુજરાતમાં સતત વધી રહ્યા છે અને મરણાંક પણ વધી રહ્યો છે.

યુપી સૌથી મોટું રાજ્ય છે આ રાજ્યમાં ગરીબ અને અભણ પ્રજા રહે છે. આમ છતાં અહીં કોરોના વાયરસના કેસો ખૂબ જ ઓછા છે બીજી બાજુ ગુજરાતમાં ભણેલા-ગણેલા લોકો છે અને આર્થિક સમૃદ્ધિ પણ છે આમ છતાં આ મહામારીને અટકાવવામાં સફળતા મળી નથી અને દિવસે ને દિવસે સ્થિતિ ગંભીર બની રહી છે.

આની પાછળનું મુખ્ય કારણ ગુજરાત સરકાર અને વહીવટી તંત્રની નિષ્ફળતા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મોટાભાગના મંત્રીઓને કોરોના વાયરસના સંકટને કઈ રીતે અટકાવવું તેની ગતાગમ પડતી નથી તેઓ માત્ર આઇએએસ અધિકારીઓ પર ભરોસો રાખીને બેઠા છે. ત્યારે આઈએએસ અધિકારીઓને પણ કામ કરવામાં નહીં પરંતુ સરકારની ગુડબુકમાં રહેવાનો તથા માત્ર જશ ખાટવાનો જ રસ છે.

દિવસમાં રોજ ચાર ટાઈમ આવા અધિકારીઓ માત્ર નિવેદનો કરવા પહોંચી જાય છે તેઓ આંકડાકીય માહિતીઓ આપે છે તેનાથી વિશેષ કશું કહેતા નથી. કોરોના વાયરસને કઈ રીતે કાબૂમાં લેવો હોય તેની કોઈ યોજના કે રચના નથી.

અમદાવાદના કમિશનર વિજય નેહરા હમેશા દંડ ફટકારવાની અને લોકોને સજા કરવાની વાતો કરતા હોય છે. જ્યારે ડીજીપી સાહેબ પણ કંઈ ઓછા નથી તેઓ પણ હંમેશા વાહનો જપ્ત કરવાની અને બહાર નીકળનારા લોકો સામે કાર્યવાહી કરવાની વાર્તા કરે છે.જ્યારે જયંતિ રવિ કોરોના દર્દીઓની સંખ્યાથી આગળ વધતા નથી. આ જ રીતે આઈએએસ અશ્વિનીકુમાર પણ કેટલું શાકભાજી આવ્યું કેટલું નથી આવ્યું તેમાંથી જ બહાર આવતા નથી.

મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી સહિતના કોઇ મંત્રીઓ ક્યાંય શોધ્યા જડતા નથી. આથી સોશિયલ મીડિયા પર લોકો છેલ્લા અઠવાડિયાથી સરકારની ઠેકડી ઉડાવતી કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં લોકો લખે છે કે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા જ હવે મુખ્યમંત્રી છે જ્યારે ગૃહ મંત્રી DGP શિવાનંદ ઝા છે તથા આરોગ્ય મંત્રી નીતિન પટેલ નહિ પરંતુ ડૉ જયંતિ રવિ છે.