રથયાત્રાના ચુકાદાનો વિરોધ કરતા રાષ્ટ્રીય બજરંગ દળના ગુજરાતના પ્રમુખની ધરપકડ

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા કાઢવા પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી છે. જોકે, હાઈકોર્ટના રથયાત્રાના ચુકાદાનો રાષ્ટ્રીય બજરંગ દળના ગુજરાત પ્રમુખે વિરોધ કર્યો હતો અને રથયાત્રા નીકળવી જોઈએ તેવી રજુઆત કરી તેમજ સોશિયલ મીડિયામાં જગન્નાથ મંદિરે એકઠા થવા કર્યું હતું આહવાન. પોલિસે મોડીરાત્રે 1 વાગ્યે રાષ્ટ્રીય બજરંગ દળના પ્રમુખની ધરપકડ કરી હતી.

ભગવાન જગન્નાથે સોનાવેશ ધારણ કર્યો છે. આવતીકાલે અષાઢી બીજના પગલે
જગન્નાથ મંદિરમાં બોમ્બ સ્કવોડની ટીમ પહોંચી ગઈ છે તે ઉપરાંત મંદિરના ખૂણેખૂણેમાં પોલીસની ચાંપતી નજર રાખી રહી છે. આ વખતે જગન્નાથ નગરચર્યાએ નીકળવાના નથી પરંતુ ત્રણેય રથને મંદિરના પરિસરમાં દર્શન માટે રખાશે. કોંગ્રેસ નેતાઓ આજે ત્રણેય રથની કરશે પૂજા અને સાંજે CM રૂપાણી જગન્નાથ મંદિર પહોંચશે.