ગુજરાતમાં વધુ 13ના મોત અને નવા 112 કેસ નોંધાયા

આરોગ્ય સચિવ ડો જયંતિ રવિએ આજે સાંજે ગાંધીનગરમાં મીડિયા બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આજે સવારે નવ વાગ્યાથી લઇ સાંજ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના નવા 112 કેસ નોંધાયા છે. તેમજ વધુ 13 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે આઠ દર્દીઓએ કોરોનાને માત આપી છે એટલે કે તેઓ સાજા થતા હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.

આમ આજે સાંજે 7:30 વાગ્યા સુધીમાં કોરોનાવાયરસ ના કુલ 2178 દર્દીઓ છે. તેઓએ કહ્યું કે બનાસકાંઠામાં પાંચ જ્યારે અરવલ્લીમાં એક કેસ નોંધાયો છે અમદાવાદમાં આજે પણ સૌથી વધુ 80 નવા કેસ નોંધાયા છે અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1,378 પોઝિટિવ કેસ નોંધાયા છે.