ગુજરાતમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 228 કેસ નોંધાયા: વધુ પાંચ દર્દીના મૃત્યુ

હોટ સ્પોટ બની ગયેલા અમદાવાદમાં જ 140 કેસ, ગુજરાત અને અમદાવાદ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર

ગુજરાત અને અમદાવાદ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે કે જીવલેણ બની ગયેલો કોરોના વાયરસ હવે વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં એક જ દિવસમાં આજે સૌથી વધુ એટલે કે ૨૨૮ કેસ નોંધાયા છે. ઉપરાંત પાંચ દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે એક દર્દી સાજો થઈ જતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં આજે વધુ નવા ૧૪૦ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં 1604 દર્દી નોંધાયા છે. ગાંધીનગર બાદ આજે સવારે 11 વાગ્યા પછી આરોગ્ય સચિવ ડો જયંતિ રવિએ મીડિયા સમક્ષ આ સંદર્ભમાં મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે હાલમાં બીજો તબક્કો ચાલી રહ્યો છે તેઓએ કહ્યું કે હવે ટેસ્ટ કરવાનું પ્રમાણ વધારવામાં આવી રહ્યું છે.