ગુજરાતના સૌથી યુવાન ધારાસભ્યને કોરોના

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. ભાજપના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સુરતના મજૂરા બેઠકના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે અંગે જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે. હર્ષ સંઘવીને હર્ષ સંઘવીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

તેમજ ટ્વીટમાં લખ્યું કે, “આજે મેં કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હું સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસોથી જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે તેમજ જરૂરી અન્ય કાળજી લે.”

“વનમા ચાંદલિયો ઉગ્યો રે રસિયા મને સુરજ થઇ લાગ્યો રે” ગત સપ્તાહે હર્ષ સંઘવીને તમે ગરબે રમતાં જોયા હશે. સુરતમાં કોરોના કાળમાં ખડેપગે રહેલા ગુજરાતના સૌથી યુવાન ધારાસભ્યને પાટિલની સૌરાષ્ટ્ર યાત્રા પછી કોરોના થયો છે.