ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના પગલે રાજ્યમાં હવામાન વિભાગ દ્રારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

નોંધનીય છે કે, સમગ્ર દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 8.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.