અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમા વીજ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. આ અગાઉ કાળા ડિંબાગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું સાથે ધુળની ડમ્મરીઓ પણ ઉડી રહી હતી લોકો ઘણા સમયથી મેધરાજાની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા આખરે વરસાદની પધરામણી થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદની એન્ટ્રી ન થતા અસહ્ય બફારા અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા આજે મોડી સાંજે મોટાભાગના વિસ્તારાોમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, જેટલો ગાજે છે તેટલો વરસાદ પડતો નથી હાથતાળી આપીને વિરામ કરી લે છે.બીજી બાજુ અચાનક વરસાદ વરસતા ઓફિસ, નોકરી કરતા મોટાભાગના લોકોને છૂટવાનો સમય થતા વરસાદમાં પલળી ગયા હતા. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નારોલ-ઈશનપુર-વટવા-ઘોડાસર-જશોદાનગર-રામોલ-સી ટીએમ-ખોખરા-હાટકેસવર-અમરાઈવાડી-વસ્ત્રાલ-ઓઢવ-રખિયાલ-સરસપુર-ગોમતીપુર-નિકોલ-નરોડા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી કરી છે.