બાઈકની અંદર દારૂની કેટલી બોટલોને છુપાવી શકાય? જુઓ વિડિયો

કાળઝાળ મોંઘવારી અને કોરોના વાયરસની સ્થિતિને પરિણામે દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે લોકોના નોકરી-ધંધા પડી ભાંગ્યા છે કોલેજના યુવાનો પણ દારૂ વેચવાના માર્ગે ચડી ગયા છે. તાજેતરમાં જ વડોદરા પોલીસે બાઈક પર જતા યુવાનોને પકડ્યા હતા અને બાઈકની તલાસી લીધી હતી તો પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે બાઇકના પેટ્રોલની ટાંકીની નીચેથી દારૂની બોટલો લઇ જવાતો હતો એક પછી એક બોટલો પોલીસ અધિકારીઓ કાઢતાં ગયા હતા અને બોટલોનો ઢગલો થઈ જતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે.

બીજી બાજુ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને લઇને લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે બાઇકની પેટ્રોલની ટાંકીની નીચે ખાસ જગ્યા બનાવીને દારૂ ભરેલી બોટલોને છુપાવીને લઈ જઈએ પણ એક જાતનું ઇનોવેશન જ ગુજરાત સરકારે આવા ઇનોવેટિવ યુવાનોને પ્રોત્સાહન આપી રોજગારી આપવી જોઈએ.