ગુજરાતમાં ત્રાટકનારૂ ભયાનક વાવાઝોડું કેટલે પહોંચ્યું?

દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં સૌથી વધુ તબાહી સર્જાશે

કોરોના વાયરસની મહામારી હજુ ચાલી રહી છે ત્યારે જ ગુજરાત પર ફરીથી વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. આજે બપોરે મળતા અહેવાલો મુજબ નિસર્ગ નામના આ વાવાઝોડાની સૌથી વધારે ખરાબ અને વિપરીત અસર દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી વિસ્તારમાં થશે વાવાઝોડું તેમની પૂરી તાકાતથી આવવાનું હોવાથી મોટી નુકસાનીની આશંકા સેવાઈ રહી છે.

ગુજરાત પર ઊભા થયેલા આ સંકટને ધ્યાનમાં રાખીને સરકારે પણ આગોતરા પગલાં લેવાનું શરૂ કર્યું છે.આગામી ગુરુવારે આ વાવાઝોડું તબાહી મચાવી શકે છે ગુજરાતમાં એનડીઆરએફની વધુ પાંચ ટીમોને બોલાય છે. ગુજરાતમાં કુલ ૧૯ એનડીઆરએફની ટીમો અને તેનાત કરાય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આ ટીમ ગોઠવાઈ ગઈ છે.

બીજી બાજુ આજે સવારે સુરત અને ભરૂચના દરિયા કાંઠા પર તેમજ નવસારી અને વલસાડમાં પણ પવનની ઝડપ 90 કીલોમીટર થઈને 115 કિલોમીટર સુધીની પહોંચી ગઈ છે. ઉપરાંત દરિયાકાંઠા જોરદાર મોજા ઊતરવાનું શરૂ થયું છે અને કરંટ દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતના જ ઉમરગામમાં તેમજ દમણ અને સેલવાસમાં પણ વાવાઝોડાની અસર થવાની શરૂ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં નિચાણવાળા વિસ્તારોમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવાનું નક્કી કરાયું છે.

સૌરાષ્ટ્રના ભાવનગર તથા દીવ ખાતે પણ અને જાફરાબાદમાં પણ દરિયામાં કરંટ સાથે મોજા ઉછળવાનું શરૂ થયું છે તેમજ ૮૦થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર જ્યાં જરૂર છે તેવી જગ્યાએ સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તેમજ દરિયાકિનારે લોકોને જવાની મંજૂરી અપાતી નથી.

બીજી બાજુ મુંબઈમાં પણ કોસ્ટગાર્ડના જવાનોએ હેલિકોપ્ટરથી સ્થિતિનું નિરિક્ષણ કર્યું છે એટલું જ નહીં દમણ પર આ વાવાઝોડાનો સૌથી વધુ ખતરો દેખાઈ રહ્યો હોવાથી NDRFની ટીમને ત્યાં રવાના કરવામાં આવી છે.