એક પગારમાંથી કેટલીવાર ટેક્ષ ચૂકવું?

મેં 30 દિવસ કામ કર્યું, પગાર મળ્યો તો ટેક્ષ ચૂકવ્યો…

નવો મોબાઇલ લીધો તો ટેક્ષ ચૂકવ્યો.
રિચાર્જ કરાવ્યું તો ટેક્ષ ચૂકવ્યો.
નેટ કરાવ્યું તો ટેક્ષ ચૂકવ્યો.
વિજળી લીધી તો ટેક્ષ ચૂકવ્યો.
નવું ઘર લીધું તો ટેક્ષ ચૂકવ્યો.
ટી.વી,ફ્રિજ લીધા તો ટેક્ષ ચૂકવ્યો.
બાઇક કે કાર ખરીદી તો ટેક્ષ ચૂકવ્યો.
પેટ્રોલ ભરાવ્યું તો ટેક્ષ ચૂકવ્યો.
રોડ પર ચાલ્યો તો ટેક્ષ ચૂકવ્યો.
પાર્કિંગ કર્યું તો ટેક્ષ ચૂકવ્યો.
જો ચલાવવામાં ભૂલ થઇ તો ટેક્ષ ચૂકવ્યો.
રેસ્ટોરન્ટમાં જમવા ગયો તો ટેક્ષ ચૂકવ્યો.
પાણી મેળવ્યું તો ટેક્ષ આપ્યો.
રાશન ખરીદું છું તો ટેક્ષ ચૂકવું છું.
ગેસ મળે છે તો ટેક્ષ ચૂકવું છું.
કપડાં,બૂટ,ચપ્પલ અરે દવા પણ લઉં છું તો ટેક્ષ ચૂકવું છું.
સેંકડો બીજી ચીજવસ્તુ લીધી તો ટેક્ષ ચૂકવ્યો.કયાંક ફિસ ભરી તો કયાંક વ્યાજ આપ્યું.કયાંક દંડના નામ પર તો કયાંક રિશ્વતના નામે પૈસા ચૂકવ્યા.

આખી જિંદગી કામ કર્યા પછી કોઇ સામાજીક સુરક્ષા નહિં.કોઇ પેન્શન નહિં.કોઇ મેડિકલ સુવિધા નહિં.બાળકો માટે સારી સરકારી અથવા ઉચ્ચ શિક્ષણ માટે સ્કુલો નહિં.પબ્લીક માટે કોઇ સારી સરકારી ટ્રાન્સપોર્ટેશન સુવિધા નહિં.રોડ ખરાબ,સ્ટ્રીટ લાઇટ ખરાબ,પાણી ખરાબ,હોસ્પિટલ ખૂબ મોંઘી,દર વર્ષે વધતી મોંઘવારી,આકસ્મિક ખર્ચા અને પાછી પડયા ઉપર પાટુ સમી લાઇનો !!

આ બધો પૈસો ગ્યો કયાં?

ભ્રષ્ટાચારમાં ?

ચૂંટણીમાં ?

અમીર વેપારીઓને સબસીડી ને સસ્તી જમીનો માં?
થોડાક માલ્યા જેવા ના ભાગમાં?
સ્વિસ બેંક માં?
નેતાઑની ગાડી ને બંગલા માં?
કે પબ્લીક ને ઉલ્લુ બનાવવા માં?

હવે આમા ફોલ્ટ કયાં છે એ આપણે જોવાનું છે.
કયાં સુધી આવી પછડાતી,ઘસડાતી જિંદગી જિવશો?

દેશવાસીઑને ખરેખર જરુર છે વિકાસનીનહિં કે મોટી મોટી ગુલબાંગો સાંભળવાની!

જો દેશની ગરીબ પબ્લીકને સમયસર સરકારી હોસ્પિટલો માં યોગ્ય સારવાર મળી રહેશે ને તો સાહેબ ગરીબ રોજગારી તો ગમે ત્યાંથી મેળવી લેશે.દેશને બુલેટ ટ્રેનની જરુર નથી જરુર છે યોગ્ય સારવારની રહેવા ઘરની કેશલેસ ઇકોનોમી કરતાં ટ્રાફિકલેસ રસ્તા અને પોલ્યુશન મુકત વાતાવરણ માટે યોગ્ય પગલાં ભરો.