“હું પણ ચોકીદાર”… સામે ‘હું પણ સાક્ષી ‘ ..

ખેડા કલેક્ટર કચેરીએ “હું પણ સાક્ષી “નું વંટોળ આવ્યું, મહિપતસિંહના 26 સાક્ષીઓની ધરપકડ કરાઈ !!!

સમગ્ર દેશ માં “હું પણ ચોકીદાર” ના અભિયાન પછી “હું પણ કોરોના વોરિયર” અભિયાન પણ ચાલ્યું અને હવે ખેડા જિલ્લાના ખમીરવંતા નાગરિકોએ જિલ્લા કલેક્ટર સામે”હું પણ સાક્ષી” અભિયાને ખેડા જિલ્લાના વડામથકમાં વંટોળ સર્જી નાખ્યું છે. લવાલના સામાજિક અગ્રણી મહિપતસિંહને છ જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવાની નોટિસ બજાવી હતી જેમાં કેટલા સાક્ષી લાવવાના તે ચોખવટના કરતા મોટી સંખ્યામાં સાક્ષીઓ ઉમટી પડતા સાક્ષીઓને સાંભળવાના બદલે સત્તાના જોરે પોલીસ ધરપકડ કરાવી જેલના સળિયા પાછળ ધકેલવાનો ગેર બંધારણીય ખેલ ખેલવામાં આવ્યો છે.

ખેડા જિલ્લાના વડામથક નડિયાદના જિલ્લા સમાહર્તા દ્વારા નાગરિકો માટે ન્યાયિક લડત ચલાવતા સર્વ સમાજ સેનાના મહિપતસિંહ ચૌહાણ ફેક્ટરીઓના કામદારોના પ્રશ્ને માલિકોને ડરાવી ધમકાવી કામદારોને ભડકાવે છે અને સોશિયલ મીડિયામાં ન્યુઝ ચલાવી પોતાના ઈરાદા પાર પાડતા હોવાની પોલીસ સબ ઈંસ્પેક્ટર માતરની દરખાસ્ત આધારે જિલ્લા કલેક્ટર દ્વારા મહિપતસિંહ ચૌહાણ સામે નોટિસ બજાવી સાક્ષી હોય તો પુરાવા સાથે રજુ થવા 23 જૂનની તારીખ આપવામાં આવી હતી જેના જવાબ આપવા માટે મહિપતસિંહ ચૌહાણ સમર્થકો મોટી સંખ્યામાં સાક્ષી બનવા માટે કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા અને “હું પણ મહિપતસિંહ નો સાક્ષી ” ના પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતા. જેને પગલે કલેક્ટર કચેરી ખાતે વ્યાપક પોલીસ બંદોબસ્ત કરવાની જરૂર પડી હતી અને સાક્ષી માટે આવેલા મોટા ભાગના કામદારો મજૂરો અને શોષણ ના ભોગ બનેલા લોકો હતા સાક્ષી બનવા આવેલા નાગરિકોને પોલીસે ધરપકડ કરી નડિયાદ રૂરલ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા.

26 જેટલા નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી સાક્ષી બનવા આવેલા નાગરિકોને જામીન આપવાની ફરજ પડી હતી. પોલીસ ની પણ ભૂમિકા ખુબજ શંકાસ્પદ રહી હતી એક તરફ જિલ્લા મેજિસ્ટ્રેટ ના હુકમ નું પાલન કરવા સાક્ષીઓને આવ્યા ત્યારે તેઓને કચેરીમાં પ્રવેશ તા અટકાવી દેવા કેટલું વ્યાજબી છે અને ધરપકડ કરી તો ક્યાં કાયદાની જોગવાઈ અંતર્ગત કરી છે તેની માહિતી આપવાના બદલે ઘૂષણખોરો સાથે કરવામાં આવતા વર્તન કરતા પણ ખરાબ વર્તન ભારતીય સંવિધાનની સપથ લેનારા નાગરિકો સાથે કરવામાં આવ્યું.

ભારત દેશમાં હજ્જારોની સંખ્યામાં સંગઠનો કાર્ય કરી રહ્યા છે અને કેટલાક તો દેશ વિરોધી અને દેશ દ્રોહી પ્રવૃત્તિ માં સંડોવાયેલા છે આમ છતાં ભારત દેશ માં આવા સામાજિક સંગઠનો ના આગેવાન કે કાર્યકર સામે કોઈ તડીપાર ની નોટિસ કાઢવામાં આવતી નથી ત્યારે ખેડા જિલ્લા ના લવાલ ગામના પૂર્વ સરપંચ અને સર્વ સમાજ સેના જેમાં તમામ ધર્મ અને કોમ ના લોકોનો સમાવેશ છે તેવા સંગઠન ના આગેવાન ને તડીપાર કરવાની નોટિસ બજાવવી અને તેપણ માતર પોલીસ ની દરખાસ્ત આધારે 6 જિલ્લા બહાર બે વર્ષ નો પ્રતિબંધ જણાવવો કેટલો વ્યાજબી છે પોલીસ ચોપડે ચડેલા રીઢા લોકોને તડીપાર કરવામાં આવે છે.

ત્યારે તેની નોંધ સુધ્ધાં લેવાતી નથી જયારે સામાજિક આગેવાને તડીપારની નોટિસના જવાબ પૂર્વે દશ પોલીસ વાહનો અને સંખ્યાબંધ પોલીસ અધિકારી અને જવાનોને ખડકી દેવાજ બતાવે છે દાળમાં કંઈક કાળું છે અને 26 નાગરિકોની ધરપકડ વહોરી લેવાની ખુમારીજ બતાવે છે દરખાસ્ત બદ ઈરાદા થી કરવામાં આવી છે પોલીસ તો માત્ર 26ની ધરપકડ કરી શકી બાકી બીજા 200 નાગરિકો પણ સાક્ષી માટે તૈયાર જ હતા સાક્ષી ની જગ્યાએ આરોપી બનવા પણ હૃદય થી મહિપતસિંહ સાથે જોડાયેલા હતા કોઈ અસામાજિક તત્વો માટે નાગરિકો ગુના કે ધરપકડ કરાવે નહિ સવાલ નૈતિકતા નો છે જે છતી આંખે આંધળા બની રહ્યા છે.

ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં આ ઘટના ઐતિહાસિક છે ભૂતકાળમાં પણ એવો દાખલો નથી કે કોઈ આગેવાનને તડીપાર કરવાની દરખાસ્ત આવી હોય અને નાગરિકો ધરપકડ વહોરવા સામે છાતીએ આવીને ઉભા રહે જિલ્લા વહીવટી તંત્રએ સમજવાની જરૂર છે કે તડીપાર અસામાજિક તત્વોની થાય કોઈ સામાજિક સંગઠનના આગેવાનની નહિ. ખેડા જિલ્લામાં નોંધાયેલી આ ઘટના કદાચ વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે અને પારદર્શી કે જન હિતને લગતા નિર્ણયોમાં આંધળે બહેરું કુટાય છે બાકી આવનાર દિવસોમાં વંટોળ સુનામીમાં પરિવર્તિત થાય તો નવાઈ નહિ ગણાય.