કોરોનાને કન્ટ્રોલમાં રાખવો હોય તો આંનદીબેનને મુખ્યમંત્રી બનાવો

ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો ધડાકો

ગુજરાતમાં કોરોના વાયરસનો કેર જારી છે. સમ્રગ દેશમાં એવી ચર્ચા છે કે રાજયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના વાયરસને કાબૂ કરવામાં સદંતરે નિષ્ફળ નિવડ્યા છે. તેમજ અધિકારી પર કન્ટ્રોલ નથી.

આ સ્થિતિ વચ્ચે ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ટ્વીટ કરીને કહ્યું કે ગુજરાતમાં કોરોના વાયરસને કાબૂમાં કરવો હોય તો ફરીથી આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવો. ભૂતકાળમાં આનંદીબેન પટેલ જ ગુજરાતના મુખ્યમંત્રી હતા પરંતુ અમિતશાહે અનામત આંદોલનના કારણે તેમની હકાલપટ્ટી કરાવામાં આવી હતી.

ઉલ્લેખનીયે છે ગઈકાલે સોશિયલ મીડિયા પર એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાઈ છે. અને મનસુખ માંડવીયાને મુખ્યમંત્રી બનાવાય છે. પરંતુ તરત જ માંડવિયા ટ્વીટ કરી આ વાત ખોટી તેમજ અફવા ગણાવી હતી. પણ હવે અંદરો અંદર નક્કી થઈ ગયું કે વિજયભાઈ કાઢવા અને કોઈ નવા મુખ્યમંત્રી બનાવા.