Audio: હલકટગીરી ના કરતો નહીં તો, જીજ્ઞેશ મેવાણી જેટલા સારો છે એટલો ખરાબ છું

છાપીના પત્રકાર પ્રદિપ પરમારને વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ધમકી આપી, ઓડીયો થયો વાઈરલ…

દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. એવામાં વડગામ ધારાસભ્ય દ્રારા પોતાના મતવિસ્તારના જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ આપવાની કામગીરી કરાઈ રહી છે જે જુદા જુદા પ્રીન્ટ મિડીયા, ઈલેક્ટ્રીકમીડીયા તથા સોસીયલ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.

જેમાં વડગામના અમુક ગામડાઓમાં લોકોની ફરિયાદ ટાઈગર ઓફ બનાસના છાપી પ્રતિનિધિ પ્રદિપ પરમારના ધ્યાને આવતા આ બાબતે વચેઠીયા ઓને આડેહાથ લેતા આ બાબતની મિડીયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા આખા પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો અને તારીખ 11/05/2020 ને સોમવારના રોજ બપોરે 1:11 વાગ્યે વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમના પોતાના નંબર પરથી પ્રદિપ પરમાર ને ધમકી આપતો ફોન આવ્યો હતો.અને ફોનમાં “હલકટગીરી ના કરતો નહીં તો જીજ્ઞેશ મેવાણી જેટલા સારો છે એટલો ખરાબ છું”તેવું કહ્યું હતું તો શું મિડીયા એ લોકોના પ્રશ્ર્ન ને ઊઠવવા એ હલકટગીરી કહેવાય?

શું ધારાસભ્ય નું કંઇ પણ હોય તો સારૂ જ લખવું?ફોન માં એવું કહ્યું હતું કે હું તને જોઈ લઇશ. શું આવી ધમકી આપી વડગામ ધારાસભ્ય દ્વારા કરેલા ભ્રષ્ટ વહિવટ પર પડદો નાખવાનો પ્રયાસ છે.ધારાસભ્ય દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે” તને રાશનકીટ નથી મળી એટલે તું આવું કરે છે. તો અગાઉ ના મિડીયા અહેવાલોમાં ખુદ ધારાસભ્ય જોઈ લે કે પત્રકાર પ્રદિપ પરમાર દ્વારા ગામના પંદર પરિવારોને રાશન કીટો આપવામાં આવી હતી.