વારસામાં મળેલું મકાન જો નામે કરાવવામાં આવે તો તેમની પાસેથી ઘરની કિંમતના 55 ટકા ટેક્સ વસૂલો

વર્ષોથી સામાન્ય જનતા અને માથે સરકાર ગમે તેવા કાયદા રહેશે ટોચના અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે પોતે કશુંક નવું કરે છે. એવું દેખાડવા માટે પણ લોકો હેરાન પરેશાન થાય તેવા આઈડિયા આપતા હોય છે. તાજેતરમાં જ કોરોના વાયરસને પગલે સરકારની આર્થિક હાલત કફોડી છે.

એવા સમયે ઇન્ડિયન રેવન્યુ ડિપાર્ટમેન્ટના 50 અધિકારીઓએ કેન્દ્ર સરકારને કેટલાક સુચનો કર્યા છે. આ સૂચનો માંથી એક સૂચન એવું છે કે જો કોઈ વ્યક્તિને મકાન કે ફ્લેટ અથવા તો બંગલો વારસામાં મળ્યો હોય અને તેમના પિતાજીનું અવસાન થયું હોય આવી સ્થિતિમાં આવું મકાન ટ્રાન્સફર કરવા માટે આવતું હોય છે.

આવા ટ્રાન્સફર કરવામાં આવેલા મકાનની જે કંઈ બજાર કિંમત હોય તેના ૫૦ થી ૫૫ રકમ સરકારે વસૂલ કરી લેવી અન્ય જે સૂચનો કર્યા છે. તેમાં એવું કહ્યું છે કે જે લોકો હાલમાં ૩૦ ટકા ટેક્સ આપે છે. તેમાં ૧૦ ટકાનો વધારો કરી દેવો રેવન્યુના આ અધિકારીઓએ પોતે જે રિપોર્ટ આપ્યો છે તેમનું નામ ફોર્સ રાખ્યું છે. ફોર્સ એટલે કે ફિઝિકલ એક્શન એન્ડ રિસ્પોન્સ ટુ કોવિડ-19 એપેડેમીક

રેવન્યુ અધિકારીઓ દ્વારા અપાયેલા આ રિપોર્ટની જાણ થયા બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયામાં આવા અધિકારીઓની સામે બળાપો કાઢવામાં આવે છે.

લોકો આક્રોશ સાથે જણાવે છે કે આવા અધિકારીઓએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે તેઓ નોકરી કરવાને લાયક જ નથી આવા અધિકારીઓને તો તુરંત જ કાઢી મૂકવા જોઈએ અને મજૂરી કરાવવી જોઇએ જેથી તેમને ખબર પડે.