બપોરે 12 વાગ્યા પછીના અગત્યના સંક્ષિપ્ત સમાચાર

  • સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ મુદ્દે CM વિજય રૂપાણીનું નિવેદન, નુકશાનીનો સર્વે કરવામાં આવશે, ખેડૂતોને યોગ્ય વળતર માટે વિચારણા કરીશુ
  • વડોદરાવાસીઓ માટે એક સારા સમાચાર છે. વડોદરામાં 12 લેબોરેટરીને કોરના ટેસ્ટ કરવાની પરવાનગી મળી ગઈ છે. એન્ટીબોડી ટેસ્ટનું રીઝલ્ટ ઝડપથી મળી જશે
    જુદા જુદા ટેસ્ટ માટે સેલિંગ રેટ ફિક્સ રહેશે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી જુલાઈએ કરશે મન કી બાત, ટ્વીટ કરી જનતા પાસેથી વિચારો અને સૂચનો મંગાવ્યા, છે કંઈ વિચારો કે સૂચનો આપની પાસે?
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના સામેની લડાઈમાં મુંબઈના ધારાવી મોડલના કર્યા વખાણ કહ્યું, રાષ્ટ્રીય એક્તા અને વૈશ્વિક સંગઠીતત્તાસાથે સંયુક્ત આક્રમક કાર્યવાહી જ મહામારીને કરી શકે છે નિયંત્રિત.