કોરોનાની કટોકટી નાથવામાં સરકાર નિષ્ફળ હોવાથી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદો

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભાજપની માગણી સામે શિવસેનાએ વળતો પ્રહાર કર્યો

કોરોના વાયરસના કેસોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ છતાં આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ભાજપના નેતાઓ રાજનીતિ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ હોવાથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભાજપના નારાયણ રાણે દ્વારા માગણી કરાય છે. તેમનું કહેવું છે કે સરકાર આ મામલે સદંતર નિષ્ફળ ગઈ છે માટે રાષ્ટ્રપતિ શાસન લાદી દેવું જોઈએ.

ભાજપના આવા વલણ સામે સામે શિવસેના સાંસદ સંજય રાઉતનો વળતો પ્રહાર કયો છે અને જવાબ આપ્યો છે કે ‘કોરોના કટોકટીને સંભાળવામાં ગુજરાતની કામગીરી વધારે ખરાબ રહી છે, તેથી પહેલા ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ.’

જ્યારે કોંગ્રેસના નેતાઓ પણ જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તેના આઈએએસ અધિકારીઓની ટીમ કોરોના વાઈરસને કંટ્રોલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.

નેતાઓ અને અધિકારીઓને માત્ર પોતાના માર્કેટિંગમાં જ રસ છે દર્દીઓ જલ્દીથી સારા થાય કે તેમને નિશુલ્ક અને શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ મળે તે માટે તેઓને કોઈ જ રસ નથી ટેસ્ટિંગ પણ ઘટાડી દીધા છે અને દર્દીઓના આંકડા છૂપાવવામાં આવે છે માટે સૌપ્રથમ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવું જોઈએ તેમજ ગુજરાતમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ દેવું જોઈએ.