અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના નવા 13 કેસ વધ્યા: ગુજરાતમાં કુલ સંખ્યા 165 પહોંચી

ગુજરાતમાં હવે કોરોના વાયરસ નો ચેપ ડેન્જર ઝોનમાં પ્રવેશી ગયો છે. ગઈકાલ રાતથી આજે સવાર સુધીમાં જ એટલે કે માત્ર એક જ દિવસમાં કોરોના વાયરસના નવા 19 કેસ વધ્યા છે જેમાં માત્ર અમદાવાદમાં જ 13 કેસ વધ્યા છે આમ આજે સવારે સાડા દસ વાગ્યા સુધીમાં જ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 165 ઉપર પહોંચી ગયો છે. જોકે સારા નસીબથી મૃત્યુઆંકમાં હજુ વધારો થયો નથી પરંતુ રાજ્યભરમાં અત્યાર સુધીમાં વાઇરસને કારણે કુલ 12ના મોત નિપજ્યા છે.

આજે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનને કારણે થયેલા છે. ઉત્તર ગુજરાતના પાટણમાં પણ વધુ ત્રણ કેસ નોંધાયા છે એ સિવાય ભાવનગર, આણંદ તથા સાબરકાંઠામાં એક એક કેસ પોઝિટિવ નોંધાયો છે, 14 એપ્રિલ સુધી લોકડાઉન ચાલવાનું હોવાથી અને હવે ગુજરાત પણ કફોડી હાલતમાં મૂકાઈ રહ્યું હોવાનું લાગતાં જ સરકારે લોકડાઉનનો જ રીતે અમલ કરવાનો નિર્ણય કર્યો છે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૭૭ પોઝિટિવ કેસ નોંધાયા છે