તમામ નાનામોટા રોગોમાં કુદરતે આપેલી ઔષધિ રામબાણ ઇલાજ સાબિત થાય છે

હાલમાં કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે સમગ્ર વિશ્વને આ રોગ માટે નો કોઈ જ ઇલાજ હજુ સુધી મળી શક્યો નથી બીજી બાજુ લોકોને જ્યારે સાવ સાદી જેવી સામાન્ય બીમારીઓ થાય ત્યારે પણ તેઓ ડોક્ટર પાસે દવા લેવા જતા હોય છે પરંતુ આપણા ઘરમાં જ કુદરતે એવી ઔષધીઓ આપી છે કે જે આવા નાના-મોટા રોગો સામે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.

ભૂતકાળમાં આપણા વડવા પણ આવી સંપત્તિનો ઉપયોગ કરતા હતા અને દવાખાને જવાનું ટાળતા હતા આવા જ કેટલાક જાણકારોએ ધરગથ્થુ ઉપચારો બતાવ્યા છે જે કરવાથી કોઈ જ નુકસાન થતું નથી. આ પ્રકારના જ દેશી નુસખા કોઈ જાણકારોએ રજૂ કર્યા છે જે આ પ્રમાણે છે

તાવ શરદીમાં તુલસી,

કાકડામાં હળદર,

ઝાડામાં છાશ જીરું,

દાદરમાં કુવાડીયો,

હરસ મસામાં સુરણ,

દાંતમાં મીઠું અને ફટકડી

કૃમીમાં વાવડિંગ,

ચામડીમાં લીંબડો,

ગાંઠમાં કાંચનાર

સફેદ ડાઘમાં બાવચી,

ખીલમાં એલોવેરા લાગવા

દુબળાપણાંમાં અશ્વગંધા,

નબળા પાચન માટે આદુ,

અનિંદ્રામાં ગંઠોડા,

ગેસમાં હિંગ,

અરુચિમાં લીંબુ,

એસીડીટીમાં દૂધીને આંબળા,

અલ્સર માં શતાવરી,

અળાઈમાં ગોટલી,

પેટના દુખાવામાં કાકચિયા,

ઉધરસમાં જેઠીમધ,

પાચન વધારવા ફુદીનો,

સ્ત્રીરોગમાં એલોવીરા અને જાસૂદ,

શરદી ખાંસીમાં અરડૂસી,

શ્વાસ અને ખાંસીમાં ભોંય રીંગણી,

યાદશક્તિ વધારવા બ્રાહ્મી,

મોટાપો ઘટાડવા જવ,

કિડની સફાઈ કરવા વરિયાળી,

તાવ દમ માં ગલકા,

વાની તકલીફમાં નગોડ,

સોજા કે મૂત્રરોગ માં સાટોડી,

કબજિયાત અને ચર્મ રોગમાં ગરમાળો,

હદયરોગમાં દૂધી,

વાળનું સૌંદર્ય વધારવા જાસૂદ,

દાંત અને ચામડી માટે કરંજ,

મગજ અને વાઈ માટે વજ,

તાવ અને અરુચિ માટે નાગર મોથ,

આંખ ડોડી પાન

વાળ વૃદ્ધિ માટે ભાંગરો,

અનિંદ્રા માટે જાયફળ,

લોહી સુધારવા હળદર,

ગરમી ઘટાડવા જીરું

ત્રિદોષ માટે મૂળા પાન,

પથરી માટે અળશી અને પાન ફૂટી,

કફ અને દમ માટે લિંડી પીપર,

હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા

વિટામિન બી 12 માટે રજકો કે ઘઉંના જવારાનો પાવડર

કંપવા માટે કૌચા બી,

ખરાબ સ્વપ્ન માટે ખેર

ફેક્ચર માટે બાવળ અને સરગવાની સિંગ કે પાનનો પાવડર કે ગોળી

માથાના દુખાવા માટે સહદેવી

આંખ કાન માટે ડોડી ખરખોડી

ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ કરવો.