ગુજરાતમાં કોરોનાના 1034 કેસ સાથે 67 હજારને પાર કેસો, 50,322 સ્વસ્થ

ગુજરાત કોરોના વાયરસના ટેસ્ટીંગના મામલે બીજા રાજ્યની સરખામણીએ તળિયે હોવા છતા પણ રાજ્યમાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા નથી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,034 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 67 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 67,811 પર પહોંચી ગયો છે જ્યારે 27 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા સાથે કુલ મુત્યુઆંક 2,584ને આંબી ગયો છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 917 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 50,322 પહોચી ગયો છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 14,905 થઈ જે પૈકી 14,823 સ્થિર અને 82 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના 238 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 151 કેસો નોંધાયા જ્યારે 5 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.