અલ્પસંખ્યક અને વિકલાંગ સમુદાયના 63 લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 104 લાખની લોનની રકમ જમા કરાઇ

સ્વરોજગારી માટે નાના ધંધા/વ્યવસાય અને ઉચ્ચ અભ્યાસ માટે લાભાર્થીઓના ખાતામાં ઓનલાઇન ડી.બી.ટી. મારફતે લોન સહાય જમા કરાવતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર દ્વારા ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમના અલ્પસંખ્યક અને વિકલાંગ સમુદાયના લાભાર્થીઓના બેંક ખાતામાં સ્વરોજગારના નાના ધંધા/વ્યવસાય અને ઉચ્ચ અભ્યાસ માટે ઓનલાઇન ડી.બી.ટી. મારફતે લોન સહાય જમા કરવામાં આવી હતી.

રૂા.૧૦૪ લાખની લોનની રકમ ૬૩ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી હોવાનું નિગમની યાદીમાં જણાવાયુ છે. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, નિગમના મેનેજીંગ ડિરેક્ટર આર.એન.કુચારા અને હિસાબી અધિકારી શ્રી ડી. કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.