મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા

ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ પાટીલને વધારવા માટેના ઉત્સાહમાં આગેવાનો અને કાર્યકરોના ટોળા ભેગા થયા

ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા અને સાંસદ પાટીલેની નિયુક્તિ થઈ છે આજે બપોરે વિજય મુહૂર્ત એવો કોબા ખાતે આવેલા ભાજપ કાર્યાલય કમલમમાં આવ્યા હતા તેમને વધાવવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા અન્ય કેટલાક મંત્રીઓ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ભાજપના અન્ય હોદ્દેદારો અને નેતાઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોએ નવા પ્રદેશ પ્રમુખનું ખૂબ જ જસાપર સ્વાગત કર્યું હતું અતિ ઉત્સાહમાં આવી ગયેલા આ નેતાઓ અને કાર્યકરો એ સોશિયલ ડિસ્ટનસિંગ ના ધજાગરા ઉડાડ્યા હતા. આજે નેતાઓ અવારનવાર ઉચ્ચ અધિકારીઓ સાથેની મિટિંગમાં અને સામાન્ય નાગરિકોને શિખામણ આપતા હોય છે કે કોરોના જેવી મહામારીમાં માસ્ક પહેરવું જરૂરી છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ પરંતુ આજે આ નેતાઓએ માસ્ક પહેર્યુ હતું પરંતુ સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યો ન હતું.
ભાજપની સત્તાવાર વેબસાઇટ પર પણ નવા પ્રમુખ ના સ્વાગત કાર્યક્રમના ફોટાઓ મુકાયા છે જેમાં પણ જોઇ શકાય છે કે કોઈએ પણ સોશિયલ જાળવવાની તકેદારી રાખી નથી જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો ભાજપના નેતાઓ પર પ્રહાર કરી રહ્યા છે.