UPના આગ્રામાં અજાણ્યા શખ્સોએ મુસાફરો ભરેલી બસને હાઈજેક કરી

ઉત્તર પ્રદેશના આગ્રામાં કેટલાક બદમાશોએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. આ શખ્સોએ ખાનગી બસનું અપહરણ કર્યું અને ડ્રાઇવર-કંડક્ટર બન્ને બંધક બનાવ્યા હતા.બસમાં 37 લોકો સવાર હતા જોકે, મુસાફરોને ઝાંસી ઉતારી દીધા હતા. પરંતુ હજી સુધી બસની કોઈ ભાળ મળી નથી જેને પગલે પોલીસ ચારેબાજુ તપાસ કરી રહી હતી.

આ ઘટના મલપુરા પોલીસ સ્ટેશનના દક્ષિણી બાયપાસ પાસે મંગળવારે રાત્રે બની હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરૂગ્રામથી મધ્યપ્રેદશ જઈ રહેલી બસને અજાણ્યા લોકોએ આગ્રાની નજીક કોરીને ડ્રાઈવર અને કંડકર ઉતારી દીધા હતા. તેમજ બન્ને ખાનગી ગાડીમાં લઈ ગયા હતા જ્યારે બીજા ડ્રાઈવરને દ્રારા બસને આગળ લઈ ગયા.