ભારત તરફથી ફાયરિંગ થશે તો તેના પરિણામો ભારતે તેની ભારે કિંમત ચૂકવવી પડશે: ચીનની લુખ્ખી ધમકી

ભારત અને ચીન વચ્ચે વધી રહેલો તળાવ સમગ્ર દુનિયા માટે મોટો ખતરો છે

ભારતના જવાન તરફથી જો ફાયરિંગ કરવામાં આવશે તો ભારતે તેના વિપરીત પરિણામો ભોગવવા પડશે આ પ્રકારની લુખ્ખી ધમકી ચીન તરફથી આપવામાં આવી છે. ચીનના મંત્રીએ આ સંદર્ભમાં એક ટ્વીટ કરી છે જેમાં લખ્યું છે કે ભારત અને ચીનની સરહદ ઉપર ભારતીય લશ્કરને તમામ પ્રકારના પગલા લેવાની છૂટ આપવામાં આવી છે એ પ્રકારના મેસેજ આવ્યા છે જો આ વાત સાચી હોય અને એ મુજબ ભારતીય જવાનો ફાયરિંગ કરશે તો એગ્રીમેન્ટનો ભંગ થશે અને તેના પરિણામો ભારતીય ભોગવવા પડશે અને ભારતે તેની ગંભીર કિંમત ચૂકવવી પડશે.

આમ ભારત અને ચીન વચ્ચે બોર્ડર પરનો તણાવ ખૂબ જ વધી રહ્યો છે જે સમગ્ર દુનિયા માટે ખતરા સમાન છે કારણ કે બંને દેશો પાસે અણુશસ્ત્રો છે સમગ્ર દુનિયા ઈચ્છે છે કે ભારત અને ચીન વચ્ચે શરૂ થયેલો યુદ્ધ જેવો માહોલ માહોલ આગામી ટૂંક સમયમાં જ શમી જાય અને સ્થિતિ ભય મુક્ત બને.