ભારતના ગૃહમંત્રી અમીત શાહ ગુમ થયા છે

દેશના બીજા નંબરના શક્તિશાળી વ્યક્તિ બીમાર છે અથવા તો પીએમ મોદીએ તેમને સાઈડલાઈન કર્યા છે

અમિત શાહ આ નામ જ કાફી છે તેમની ઓળખ આપવા માટે તેમને કોઈ પ્રકારના હોદ્દાની જરૂર નથી. ભારતના ગૃહમંત્રી અને દેશના બીજા નંબરના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ ગણાતા અમિત શાહ છેલ્લા બે અઠવાડિયાથી જાણે સાવ ગુમ થઈ ગયા છે. કોઈ જગ્યાએ દેખાતા નથી. ભાજપના આ ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ હમણાં ક્યાં છે. તેની કોઈને ખબર નથી.

ભાજપના ચાણક્યનું બિરદ પામનારા ગુજરાતના આ વગદાર નેતા કોરોના વાઇરસની આ સ્થિતિમાં જ્યારે દેશ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ભારતના નાગરિકોને આ ચાણક્યની જરૂર દેખાઈ રહી છે.

રાજકીય સૂત્રો જણાવે છે કે અમિત શાહ માનસિક રીતે ખૂબ જ મજબૂત છે તેઓ ક્યારેય હારને માનતા નથી અને હંમેશા લડત આપતા હોય છે. પરંતુ હાલમાં અમિત શાહ કોઈ જગ્યાએ દેખાતા નથી કે નિવેદનો પણ કેમ કરતા નથી તે મોટો પ્રશ્ન છે.

અમિત શાહના સંદર્ભમાં હાલમાં રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અમિત શાહ દેખાતા નથી તેની પાછળના બે કારણો હોઈ શકે છે. પહેલું કારણ એવું ચર્ચાઈ રહ્યું છે કે કદાચ તેઓ બીમાર હોઈ શકે છે અને બીજું કારણ એવું છે કે વડા પ્રધાન મોદીએ તેમને સાઈડલાઈન કર્યા હોવા જોઈએ.

જોકે ચર્ચા ગમે તે ચાલતી હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતના આ પનોતા પુત્ર હમણાંથી કોઈ જગ્યાએ દેખાતા નથી જેને કારણે ગુજરાતના જ તેમના લાખો ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.