વેન્ટીલેટર ખરીદવાને બદલે સત્તા મેળવવા-ટકાવવા ધારાસભ્યોનું ખરીદ–વેચાણ સંધની દુકાન ચાલું કરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનિષ જોષીનો આક્રોશ

વૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં રાજ્યના નાગરીકોનાં સ્વાસ્થ્ય માટે વેન્ટીલેટર ખરીદવાને બદલે સત્તા મેળવવા-ટકાવવા ધારાસભ્યોનું ખરીદ –વેચાણ સંધની દુકાન ચાલું કરી આચરેલી અનૈતિકતા અને રાજ્યનાં સાડા છ કરોડ નાગરીકોના સ્વાસ્થ્યને ભગવાન ભરોસે છોડનાર ભાજપ સરકાર પર આકરા સવાલો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ જોશી એ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર આરોગ્ય અને જાહેર સ્વાસ્થ્ય મોરચે સપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે.

યેનકેન પ્રકારને ચુંટણી જીતવી તેની રણનીતિ ઘડવાને બદલે ગુજરાત દેશમાં કોરોનામાં પ્રથમ ક્રમનાં મૃત્યુ દરમાંથી કેમ બહાર આવે એની રણનીતિ ઘડે તો રાજ્ય અને નાગરીકોનું ભલું થશે. સરકારી હોસ્પીટલોમાં કેટલા “ઘમણ” ચાલુ અવસ્થા કે બંધ છે? અને કેટલા ઉપયોગમાં લેવાયા તેનો આંકડો જાહેર કરે, ગુજરાત જાણવા માંગે છે. અણઘડ વહીવટ અને ઘોર બેદરકારીને પગલે સિવિલમાં અત્યાર સુધી કેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા?

કોરોના મહામારીમાં રાજ્યનાં દરેક નાગરિક સુરક્ષિત રહે અને રાજ્યમાં મૃત્ય દરમાં ઘટાડો થાય એ માટેની કામગીરીની જગ્યાએ “આપત્તિને કૌભાંડ”ના અવસરમાં બદલી ઊંચા ભાવે ખરીદેલા માસ્ક, સેનીટાઇઝેર, પીપીઈ કીટ પાછળ કેટલા રૂપિયા ખર્ચાયા ? તે ગુજરાત જાણવા માંગે છે. 

ગુજરાત સમગ્ર દેશમા તબીબ,જાહેર આરોગ્ય સેવા, કુટુંબ કલ્યાણ પાછા કરવામાં આવતા માત્ર ૫.૩ ટકાના ખર્ચ સાથે ૧૬ ક્રમાંકે આવે છે. રાજ્યમાં દર વર્ષે હજારો કુમળા બાળકો જન્મની સાથે જ વિદાય પામે છે. ગુજરાતમાં ગ્રામ્યવિસ્તારમાં બાળ મૃત્યુ દર ૩૬ ટકા જ્યારે શહેરી વિસ્તારમાં ૨૨ ટકા સાથે સમગ્ર દેશમાં ૨૪માં.ક્રમાંકે ધકેલાઈ ગયું છે. અન્ય રાજ્યોની સરખામણીએ સમગ્ર ગુજરાતમાં ગ્રામ વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા લોકો ૨૩.૪ ટકા અને શહેરી વિસ્તારોમાં ૨૩.૩ ટકા લોકો એટલેકે શહેરી વિસ્તારો ૧૨ ક્રમાંકે અને ગ્રામ વિસ્તાર ૧૬માં ક્રમાંકે છે જે ભાજપ સરકારના આરોગ્ય સેવાના મોટા દાવાઓને પોલ ખુલ્લી પાડે છે.

ગુજરાતમાં મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર, નર્સીસ, મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફની વર્ષો મોટા પાયે ઘટ હોવા છતાં કાયમી ભરતી કરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સીગથી ગુજરાતનાં યુવાનોની આથિક શોષણ કેમ ? કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી કરાઈ હતી તેમાં કેટલાક ડૉક્ટરો હાજર થયા, કેટલી અરજીઓ આવી હતી, હજુ કેટલા સ્ટાફ ની અછત છે. તેનો જવાબ સરકારે આપે.

ગુજરાતની કેટલીક ખાનગી હોસ્પિટલોમાં સરકારે નક્કી કરેલા દરે કેટલા દર્દીઓએ સારવાર લીધી, ટોસિલી ઝુમેબ ઇન્જેક્શનનો અત્યાર સુધીમાં કેટલો ઉપયોગ થયો,સિવિલ હોસ્પિટલમાં રોજ આ ઇન્જેક્શન કેટલા આપવામાં આવે છે તે વિગતો જનતા જાણવા માંગે છે. ગુજરાતનાં નાગરિકોના જાહેરઆરોગ્ય સાથે ચેડા કરતી ભાજપ ધારાસભ્યો તોડવા-ખરીદા જેવા હથકંડા અપનાવાને બદલે સરકારી હોસ્પિટલોમાં ખાલી પડેલી ૪,૬૪૪ જગ્યાઓ, સામુહિક આરોગ્ય કેન્દ્રઓમાં ૩૯૧૬, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૩૫૯૫ જેટલી ખાલી જગ્યાઓ પ્રમાણે ભરતી કરી ગુજરાત નાગરીકોની આરોગ્ય સેવા પર ધ્યાન કેન્દ્રિત કરે.