PNB કૌભાંડના આરોપી નિરવ મોદીની પત્ની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરતી ઇન્ટરપોલ

પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના પત્ની વિરુદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી છે.

નોંધનીય છે કે, PNB કૌભાંડ કેસમાં નીરવ મોદીને દેશ છોડીને ભાગેલા હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડૂ આર્થિક અપરધી જાહેર કરી દેવામાં આવ્યો છે. વિશેષ કોર્ટ (ED)એ નીરવ મોદીને આર્થિક ભાગેડૂ અપરાધી જાહેર કર્યો છે. લંડનામાં માર્ચ, 2019માં ધરપકડ કરવામાં આવ્યા બાદ નીરવ મોદી હાલ બ્રિટનની જેલમાં છે. ઈડી નીરવ મોદીની આશરે 329 કરોડ રૂપિયાની સંપત્તિ પહેલા જ જપ્ત કરી ચુક્યું છે.