IPL 2020: કાર્તિકે કેપ્ટનશિપ છોડી, KKRની કમાન કરશે ઈયોન મોર્ગન

ઈન્ડીયન પ્રીમિયર લીગ(IPL) 13મી સીઝનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે આ સ્થિતિ વચ્ચે કોલકાતા નાઈટરાઈડર્સ કેપ્ટન દિનેશ કાર્તિકે ચાલુ ટુર્નામેન્ટમાં કેપ્ટનશીપ છોડી દીધી છે. જેને પગલે હવે કોલકાતા નાઈટરાઈડર્સની કમાન ઈંગ્લેન્ડ સ્ટાર બલ્લેબાઝ અને કેપ્ટન ઈયોન મોર્ગનને સોંપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સાંજે કોલકાતાનો મુકાબલો મુંબઈની સામે યુએઈમાં છે જે મેચમાં ઈયોન મોર્ગન ટીમું નેતૃત્વ કરશે.

નોંધનીય છે કે, દિનેશ કાર્તિકનું બેટીંગ અને કેપ્ટેનશીપનું પ્રદર્શન ટૂર્નામેન્ટમાં કંગાળ રહ્યું છે તેમજ ટીમ મેનેજમેન્ટ પણ તેના ખરાબ પ્રદર્શનના કારણે પરેશાન હતું. જોકે, કોલકાતા નાઈટરાઈડર્સ પોઈન્ટ ટેબલમાં હાલ ચોથા ક્રમે છે.