IPL 2020: શિખર ધવને સતત બીજી સદી ફટકારી ઈતિહાસ રચ્યો

ઈન્ડીયન પ્રમિયર લીગની આજે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે 38મી મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા પંજાબને 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. જોકે, દિલ્હી કેપિટલ્સના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને આજે સદી ફટકારી છે. ધવન ઈનિંગમાં 61 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 106 રન બનાવી અણનમ રહ્યો હતો.

નોંધનીય છે કે, આ અગાઉ શિખર ધવને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચમાં પણ અણનમ 101 રન બનાવ્યા હતા. શિખર ધવન આઈપીએલની સતત બે મેચમાં સળંગ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.